33.9 C
Gujarat
Tuesday, September 8, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : બાયડના જોધપુરથી જીતપુર બસ સેવા શરૂ, વિદ્યાર્થીઓને મોટી રાહત

અરવલ્લી : બાયડના જોધપુરથી જીતપુર બસ સેવા શરૂ, વિદ્યાર્થીઓને મોટી રાહત

0

અરવલ્લી: જોધપુરથી જીતપુર બસ રૂટ શરૂ કરવા અંગે કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે. આજે જોધપુરથી જીતપુર માટે એસટી બસ સેવા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

જોધપુરથી જીતપુર બસ સેવા શરૂ કરવા માટે અરજી કરી રૂબરૂ રજૂઆત કરનાર તેજસભાઈ રબારી એડવોકેટ, જયેશભાઈ રબારી, મુકેશભાઈ રબારી અને બાબુભાઈ રબારીનો મહત્વનો ફાળો રહ્યો હતો.

આ બસ સેવા શરૂ કરવા માટે કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને સરપંચ કોકીલાબેન નવલસિંહ પરમારનો ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બસ સેવા શરૂ થતાં જોધપુર, રૂઘનાથપુર અને લાલપુર ગામથી જીતપુરની શ્રી એમ.પી. શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવામાં મોટી રાહત મળશે. અગાઉ બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ બસ સેવા શરૂ કરડી.એમ. ખરાડી, ATI રાજાભાઈ ભરવાડ તથા એસટી વિભાગનો પણ ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જોધપુરથી જીતપુર શરૂ થયેલી આ બસ સેવા નિયમિત રીતે ચાલુ રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે તેવી આશા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!