31.8 C
Gujarat
Saturday, September 12, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ખાખીને દાગ લગાવનાર હોમગાર્ડને મોડાસા ટાઉન પોલીસે દબોચ્યો,નશાની હાલતમાં અકસ્માત...

અરવલ્લી : ખાખીને દાગ લગાવનાર હોમગાર્ડને મોડાસા ટાઉન પોલીસે દબોચ્યો,નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

0

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડનશાની હાલતમાં કાર હંકારી સબલપુર ગામ નજીક બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જી ભાગવા કાર ફુલસ્પીડે હંકારતા કાર ટ્રક સાથે ભટકાતા કાર રોડ પર અટકી જતા અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ લથડિયા ખાતા હોમગાર્ડને ઉભો રાખી ખિસ્સા ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા લોકોએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ખાખીની આબરૂ ધૂળ ધાણી થઈ હતી મોડાસા ટાઉન પોલીસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી નશેડી હોમગાર્ડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરીને મોડાસા-હિંમતનગર રોડ પર સબલપુર ગામ નજીક પેટ્રોલપંપ પાસે નશો કરેલી હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતા પોલીસને ઘટનાસ્થળે મોકલી આપી કાર ચાલક ભુપેન્દ્ર કુબેર મકવાણાની ધરપકડ કરી હતી કાર ચાલક ભુપેન્દ્ર મકવાણામોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાની જાણ થતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે હોમગાર્ડ ભુપેન્દ્ર મકવાણા સામાજીક કામકાજ અર્થે નીકળ્યો હોવાનું જણાવ્યું હતું

મોડાસા ટાઉન પોલીસે રખિયાલ ગામના અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્ર કુબેર મકવાણા સામે પ્રોહિબિશન એક્ટ અને મોટર વ્હીકલ એક્ટ કલમ-૧૮૫ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!