મોડાસા શહેર સહીત અરવલ્લીમાં ડી.જે સંચાલકો વચ્ચે છેલ્લા બે ત્રણ વર્ષથી હરીફાઈ ચાલી રહી છે એક બીજાથી ચઢીયાતા દેખાવા માટે ધ્વનિ પ્રદુષણ અને આંખોને નુકશાન કરે તેવી સેલ્ફી લાઈટો લગાવી કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે સોશયલ મીડિયા થકી તેમનો દબદબો વધારવા અનેક પ્રકારની પોસ્ટ ડી જે સંચાલકો મૂકી રહ્યા છે
ભાદરવા સુદ બીજે દેવરાજ ધામ ચોકડી નજીક ટ્રક અને આયશર ટ્રકમાં વધુ હાઈટ વાળા ડીજે અને સેલ્ફી લાઈટ લગાવી પ્લેટફોર્મ બનાવી તેના પર ચઢી લોકોમાં આકર્ષણ પેદા કરવા નાચવામાં ભાન ભૂલેલા ડીજે સંચાલક ઉપરથી પસાર થતા વીજ તારને ડી જે અડકી જતા વીજ કરંટ પ્રસરતા બે યુવકોને કરંટ લાગતા ભારે અફરાતફરી મચી હતી સદનસીબે વીજ પ્રવાહ બંધ થઇ જતા અનેક લોકોનો જીવ બચી ગયો હતો સમગ્ર ઘટનાને પગલે બાયપાસ રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી બંને ટ્રક ચાલક અને ડી જે સંચાલક સામે ગુન્હો નોંધ્યો હતો
મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે દેવરાજ ચોકડી નજીક મંજૂરી વગર ઉંચી હાઈટ વાળું RSR શિવમ ડીજે લઈને પહોંચેલા સંચાલક વિક્રમસિંહ ઉદેસિંહ ખાંટ (રહે, કોઠીયા-માલપુર) વિરુદ્ધ ગુન્હો નોંધી ખાંટ જયેશ ભલા (રહે, કોઠીયા-માલપુર) અને યતેન્દ્ર સિંહ મોહનસિંહ જાટ (રહે,નગલા-રાજ)ની ધરપકડ કરી ડીજે માલિક વિક્રમસિંહ ખાંટને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
RSR શિવમ ડીજેના માલિકે ઇન્સ્ટાગ્રામ પર બડાઈ હાંકી
અણીયોર કોઠીયાનું RSR શિવમ ડીજે દેવરાજ ધામ નજીક રોલો પાડવા વધુ પડતી ઉંચાઈ સાથે ટ્રક અને આયશરમાં ડીજે સિસ્ટમ ગોઠવી ઊંચુ પ્લેટફોર્મ બનાવી બેફિકરાઈથી નાચતા અને લાપરવાહી ભર્યું કૃત્ય કરી વિજતાર સાથે ડીજે અથાડવી લોકોના જીવ જોખમમાં મુક્યા પછી પછતાવો કરવાના બદલે ડીજેના માલિકે ઇન્સ્ટાગ્રામ પર આવી કોઈ જ ઘટના બની ન હોવાનું અને મહેનતથી નામ બનાવ્યું છે તે બગાડવાની કોશિશ કરી રહ્યા હોવાની બડાઈ હાંકી હતી





