અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતર રાજ્ય સરહદો પરથી બિશ્નોઈ ગેંગ વિવિધ વાહનો મારફતે ગુજરાતમાં અને રાજ્યના માર્ગે અન્ય પરપ્રાંતમાં પોશડોડા અને ડ્રગ્સ ઘુસાડવા સિન્ડિકેટ રચી ઠાલવી રહી છે ધનસુરા તાલુકાના નવી શીણોલ ગામ નજીક સ્કોર્પિયો ગાડીમાં પોશ ડોડાનો જથ્થો ભરી નીકળેલા બિશ્નોઈ ગેંગના બે સાગરીતોને એસઓજી પોલીસે નાકાબંધી કરી રોકવાનો પ્રયાસ કરતા સ્કોર્પિયોએ પોલીસજીપને ટક્કર મારતા સ્કોર્પિયો ખાડામાં ઉતરી ગઈ હતી પોલીસ સામે ડ્રગ્સ માફિયાઓએ પિસ્તોલ તાકતા એસઓજી પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા બંને આરોપી અંધારામાં ફરાર થઈ ગયા હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઘટનાની ગંભીરતા સમજી કાફલા સાથે સ્થળ પર પહોંચી સ્થળ તપાસ કરી બિશ્નોઈ ગેંગના બંને સાગરીતોને ઝડપી પાડવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી પેટ્રોલિંગ હાથધરી પોશડોડાની હેરાફેરીના સિન્ડિકેટને તોડી પાડવા ચાર ટીમ બનાવી તપાસ આદરી છે સ્કોર્પિયો ગાડીમાં પોશડોડાના જથ્થાની હેરાફેરી કરનાર બંને શખ્સો રાજસ્થાન બાડમેર પંથકના સાંચોર વિસ્તારના અને બિશ્નોઈ ગેંગના સાગરીતો હોવાની માહિતીના આધારે બે ટીમ બાડમેર અને સાંચોર પંથકમાં પડાવ નાખી ટેકનિકલ એનાલીસીસ બાતમીદારો અને ગુપ્ત રાહે તપાસ હાથધરી છે




