અરવલ્લી જીલ્લાનુ મુખ્યમથક મોડાસા શહેર ચોરીના અને બીલ વગરના મોબાઇલના વેચાણ અને હેરાફેરી માટે સમગ્ર દેશમાં પંકાયેલું છે મોડાસા શહેરમાં ચોરીના મોબાઈલના આઈએમ આઈ નંબર બદલવાનું કૌભાંડનુ પગેરું મેળવવું પોલીસે માટે રૂના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે
અરવલ્લી જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં આવેલા ખાડામાંથી સન્ની સલાટ નામના યુવકને બીલ વગરના 1.58 લાખના શંકાસ્પદ 15 મોબાઇલ સાથે ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારના અનેક બેરોજગાર યુવકો ગેરેકાયદેસર ધંધામાં અને દારૂ સહિતના નશામા ગરકાવ થઇ ગયા છે
અરવલ્લી એસઓજી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા સર્વોદય નગર (ડુંગરી )ના ખાડા વિસ્તારમાં રહેતો સન્ની અમરત સલાટ નામનો યુવક બેગમાં બીલ વગરના શંકાસ્પદ મોબાઈલ સાથે ઉભો રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત ખાડા વિસ્તારમાં પહોંચી સન્ની સલાટ ને દબોચી લઇ બેગની તલાસી લેતા અંદરથી બીલ વગરના 15 સ્માર્ટ ફોન મળી આવતા પોલીસે 1.58 લાખના મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





