શામળાજી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુન્હામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં દસ વર્ષની સજા ભોગવતો દિલ્હીનો ડ્રગ માફિયા બે વર્ષ અગાઉ વચગાળાના જામીન લઈને ફરાર થઇ જતા અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમે બાતમી ના આધારે દિલ્હીમા ધામા નાખી સિવિલ લાઈન માલ રોડ વિશ્વ વિદ્યાલય મેટ્રો સ્ટેશન વિસ્તારમાંથી તેના ઘરેથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારો સક્રિય કરતા શામળાજી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુન્હામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં દસ વર્ષની સજા ભોગવતો દિલ્હીનો કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંઘ શર્મા (રહે,બી બ્લોક,આદર્શ એનકલેવ સોસાયટી કાળી માતાજી મંદિર પાસે ભૂરાડી) બે વર્ષ અગાઉ વચગાળાના જામીન લઇ પેરોલ જમ્પ કરી હાલ દિલ્હીના સિવિલ લાઈન માલ રોડ વિશ્વ વિદ્યાલય મેટ્રો સ્ટેશન વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ દિલ્હી પહોંચી બાતમી આધારિત સ્થળે ત્રાટકી કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંઘ શર્મા ને દબોચી લેતા છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપતા ડ્રગ માફિયાના મોતિયા મરી ગયા હતા પોલીસે પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી





