33.4 C
Gujarat
Friday, September 25, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે મોબાઇલ ચોર અને ચોરીના મોબાઇલનું લોક તોડનાર...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે મોબાઇલ ચોર અને ચોરીના મોબાઇલનું લોક તોડનાર વેપારીને દબોચી લીધા

0
Screenshot

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચોરીના મોબાઇલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ચોરી કરેલા મોબાઇલને સોફ્ટવેરની મદદથી અનલોક કરવાનું અને આઈએમઈઆઈ નંબર બદલવાનું કૌભાંડ મોડાસા શહેરમાં કેટલાક નામચીન વેપારીઓ ચલાવી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે ભેરુંડા રોડ પર બાઈકના કવરમાં રાખેલો 58 હજારનો સ્માર્ટ ફોન ચોરી કરનાર ચાંદ ટેકરીના સિકંદર મુલતાની અને મોબાઈલનું લોક તોડવા માટે પ્રયત્ન કરનાર લકી મોબાઈલના સરફરાજ સુથારને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભરુંડા રોડ પર અમૂલ પાર્લર પાસે બાઈકના કવરમાં રાખેલો 58 હજારનો મોબાઈલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે મોબાઇલ ચોરને ઝડપી પાડવા મોબાઈલનો આઈએમઈઆઈ નંબર સંચાર સાથી એપ્લિકેશનમાં નાખતા ચોરીના મોબાઈલમાં નવું સિમકાર્ડ એક્ટિવ થયું હોવાની જાણ થતા સિમકાર્ડના આધારે મોબાઈલ ચોરી કરનાર સિકંદર અબ્દુલ મુલતાની (રહે,ચાંદટેકરી)ને ઝડપી લીધો હતો તેની પાસેથી ચોરીનો મોબાઈલ જપ્ત કરતા મોબાઈલમાં રહેલ ડેટા ડિલીટ કરી દીધો હોવાથી આ અંગે પુછતાછ કરતા ચોરીના મોબાઈલ લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી લકી મોબાઈલ નામની દુકાનના માલિક સરફરાજ ઇકબાલ સુથાર (રહે,હુસેની સોસાયટી) પાસે લોક તોડવાના આપતા તેને ડેટા ફોર્મેટ કર્યો હોવાનું જણાવતા પોલીસે સરફરાજ સુથારને દબોચી લઈ બંને આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!