24.8 C
Gujarat
Monday, September 28, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાના હજીરા વિસ્તારમાં પેટ્રોલપંપ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5...

અરવલ્લી : મોડાસાના હજીરા વિસ્તારમાં પેટ્રોલપંપ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 શકુનિઓ ઝડપાયા 

0

અરવલ્લી જીલ્લામાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મોડાસા ટાઉન પોલીસને હજીરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાછળ ખુલ્લા મેદાનમાં હારજીતની બાજી માંડી શકુનિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી મેદાનને કોર્ડન કરી રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે પાંચ જુગારીઓને પંદરસોથી વધુની રોકડ સાથે દબોચી લીધા હતા

 

 

મોડાસા ટાઉન પીઆઇ આર.ડી.ચૌધરી અને અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા હજીરા વિસ્તારમાં પેટ્રોલપંપ પાછળ ખુલ્લા મેદાનમાં જુગારીઓ ટોળું વળી જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસ તાબડતોડ બાતમી આધારિત સ્થળે પહોંચી ખુલ્લી જગ્યાને કોર્ડન કરી ત્રાટકતા બિંદાસ્ત જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી હતી પોલીસે સ્થળ પર જુગાર રમતા ૧)રફીક મુસા પટેલ (રહે ,પટેલવાડા-મોડાસા),૨)દીપક ઉદેસિંહ પ્રજાપત (રહે,સોનીવાડા-મોડાસા),૩)હનુમાનસિંહ અર્જુનસિંહ પરમાર (રહે,સાબલપુર કોર્ટ પાસે-મોડાસા),૪)સની નરેશ ડાભી (રહે ,ગણેશપુર-મોડાસા) અને ૫)યશવંત રેવા ખાંટ (રહે,વાવડી-માલપુર)ને ઝડપી પાડી હારજીત પર લગાડેલા તેમજ અંગજડતી દરમિયાન મળી રૂ.૧૬૭૦ જપ્ત કરી પાંચે જુગારીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!