31.1 C
Gujarat
Thursday, October 8, 2026
Home એન્ટરટેનમેન્ટ Entertainment & Sports મહારાષ્ટ્ર : દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની દુનિયાને અલવિદા, 75 વર્ષની વયે કાર્ડિયાક...

મહારાષ્ટ્ર : દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની દુનિયાને અલવિદા, 75 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી નિધન 

0

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધર થઇ ગયું છે. તેમણે 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી છે. ગોવાના ડોના પાઉલાની એક ખાનગી હોસ્પિટલમાં દિગ્ગજ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ અભિનેતા પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાંથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ભાનમાં લાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ સફળતા મળી નહોતી.

બોલિવૂડમાં શોકની લાગણી

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમા જગતમાં તેમના દમદાર અભિનયથી અલગ જ ઓળખ ઊભી કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે.

 

કેવું રહ્યું નાના પાટેકરનું કરિયર?

નાના પાટેકરનું અસલ નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા અને તેમને ડાયલોગ ડિલિવરી સ્ટાઈલ તથા અભિનયની ખાસ શૈલીએ દર્શકોના મનમાં અલગ જ સ્થાન મેળવ્યું હતું. નાના પાટેકરે 1978 માં ફિલ્મ ‘ગમન’ થી હિન્દી ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. પછી તેમણે સલામ બોમ્બે! પરિંદા, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, ખામોશી: ધ મ્યુઝિકલ, અબ તક છપ્પન, વેલકમ અને રાજનીતિ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ક્રાંતિવીર માટે નાના પાટેકને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર પણ મળ્યો હતો. આ ઉપરાંત પરિંદા અને અગ્નિસાક્ષી માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો. 2013 માં તેમને ભારતીય ફિલ્મ જગતમાં મહત્ત્વપૂર્ણ ફાળા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!