અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે જીલ્લા પોલીસતંત્ર ગુન્હા આચરી નાસતા ફરતા ફરાર આરોપીઓને ઝડપી પાડવા સક્રિય બની છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ રાજસ્થાની આરોપીને નવાગામ નજીકથી ટાઉન પોલીસે દબોચી લેતા ત્રણ મહિનાથી પોલીસને હાથતાળી આપનાર બુટલેગરના મોતિયા મરી ગયા હતા
મોડાસા ટાઉન પોલીસે ત્રણ મહિના અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના વીરપુર ગામના હિતેશ ઉર્ફે હિમાંશુ રમેશ મનાત સામે ગુન્હો નોંધાયો હતો મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે વોન્ટેડ બુટલેગર હિતેશ મનાતને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ફરાર આરોપી નવાગામ નજીક બિંદાસ્ત ટહેલતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ તાબડતોડ નવાગામ પહોંચી કોર્ડન કરી હિતેશ મનાતને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો





