21.5 C
Gujarat
Thursday, November 19, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે 21 નવેમ્બરે ભવ્ય શ્રી બાલકૃષ્ણ-તુલસી...

અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે 21 નવેમ્બરે ભવ્ય શ્રી બાલકૃષ્ણ-તુલસી વિવાહ મહોત્સવ

0

 

 

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભારતીય સંસ્કૃતિની પાવન પરંપરા અને ધાર્મિક શ્રદ્ધાના પ્રતીક સમા શ્રી બાલકૃષ્ણ-તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 નવેમ્બર, 2026ના રોજ કારતક સુદ એકાદશીના પવિત્ર દિવસે શ્રી શામળાજી વિષ્ણુ મંદિરના પવિત્ર પરિસરમાં આ વિવાહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલમાં ઉજવાશે.

બાયડના  ચંદ્રકાન્ત ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ અને શ્રીમતી હસુમતીબેન બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી શ્રી બાલકૃષ્ણ પક્ષ તેમજ રાજેશકુમાર પ્રભાશંકર રાવલ અને શ્રીમતી દિપ્તીબેન રાવલ પરિવાર તરફથી શ્રી તુલસીજી પક્ષ તરીકે આ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દોલારાણા વાસણા, ગાંધીનગરના સમસ્ત વ્યાસ પરિવાર તરફથી મામેરા પક્ષની ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે.

વિવાહોત્સવ અંતર્ગત બપોરે 1:30 કલાકે યજ્ઞશાળામાં ગ્રહશાંતિ વિધિ યોજાશે. ત્યારબાદ સાંજે 4:30 કલાકે લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર ખાતેથી ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળશે. સાંજે 6:30થી રાત્રે 8:00 કલાક દરમિયાન મંદિર પરિસરમાં લગ્નવિધિ સંપન્ન થશે, જ્યારે રાત્રે 7:30 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે ભક્તજનોને સહપરિવાર ઉપસ્થિત રહી ભગવાન શ્રી બાલકૃષ્ણ અને માતા તુલસીજીના દિવ્ય વિવાહના સાક્ષી બનવા તથા પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરવા આયોજક પરિવારો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.શામળાજીની પવિત્ર ભૂમિ પર યોજાનાર આ ધાર્મિક મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા, સંસ્કાર અને પારિવારિક એકતાનો સુંદર સંગમ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!