ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનન પ્રારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકોને સમજાવવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકો જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તમે પણ આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને? અને આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથધરી છે
અરવલ્લી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજેન્દ્રનગરથી રતનપુર બોર્ડર સુધીના શામળાજી હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ફ્રોઝન ડેઝર્ટ અને આઇસક્રીમના વેચાણ અંગે ખાસ ચકાસણી કરવામાં આવી હતી. બંને ખાદ્યચીજ અલગ-અલગ હોવાની બાબત ગ્રાહકોને સ્પષ્ટપણે સમજાય તે માટે હોટલ અને રેસ્ટોરન્ટમાં અલગ બોર્ડ લગાવી વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી.સાથે જ ખાદ્યચીજોના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને પ્રદર્શન માટે ફૂડ લાઇસન્સ અનિવાર્ય હોવાનું જણાવી નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. અલગ બોર્ડ નહીં રાખનાર હોટલો સામે કાયદાકીય કાર્યવાહી તેમજ લાઇસન્સ અંગે પણ પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ
હોટલ વે વેઇટ
હોટલ ભાગ્યોદય
અરવલ્લી ફૂડ કોર્ટ
ભારત કેફે (શામળાજી ફૂડ કોર્ટ)
શંભુ કેફે (શામળાજી ફૂડ કોર્ટ)
વિદેશી ફૂડ કોર્નર (શામળાજી ફૂડ કોર્ટ)
ગજાનંદ પૌવા હાઉસ (શામળાજી ફૂડ કોર્ટ)
મારુતિનંદન રિસોર્ટ
હોટલ આશીર્વાદ એન્ડ ગેસ્ટ હાઉસ
હોટલ સનરાઇઝ (ઓનેસ્ટ)





