21.5 C
Gujarat
Thursday, November 19, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ સાઠંબાના ટીમ્બા ફળી ગામમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર...

અરવલ્લી : LCBએ સાઠંબાના ટીમ્બા ફળી ગામમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીઓને દબોચી લીધા

0

 

અરવલ્લી જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ બુટલેગરો અને જુગારીઓ સામે લાલ આંખ કરી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા દોડી રહી છે LCBએ પોલીસે સાઠંબાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીના આધારે ટીમ્બા ફળી ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં હારજીતની બાજી લગાવી બેઠેલા ચાર જુગારીનોને દબોચી લઈ 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એલસીબી ટીમે સાઠંબા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા છે

અરવલ્લી LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ PSI વી.ડી. વાઘેલા, PSI વી.જે. તોમર તથા LCB સ્ટાફ સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે ટીમ્બા ફળી ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઇસમો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર ત્રાટકી જુગાર રમતા (1) સંજયકુમાર બાબુભાઈ પરમાર, રહે. ટીમ્બા ફળી, સાઠંબા, (2) રમેશભાઈ અંબાલાલભાઈ વણકર, (3) જીતેન્દ્રકુમાર પુનમભાઈ મકવાણા અને (4) કનુભાઈ સોમાભાઈ વણકરને ઝડપી પાડી આરોપીઓની અંગઝડતી દરમિયાન રૂ.8,100 તથા જુગારના દાવ પરથી રૂ.2,290 મળી કુલ રોકડ રૂ.10,390 કબજે કરી હતી. આ ઉપરાંત ગંજીપાનાં નંગ-52 અને ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ.15,000 મળી કુલ રૂ.25,390નો મુદ્દામાલ જપ્ત કરી ચારે જુગારીઓ સામે સાઠંબા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!