29.6 C
Gujarat
Saturday, November 28, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : SOGએ મોડાસાના શાસ્ત્રી મેદાનની ઝાડીઓમાં એક્ટિવા પર ગાંજો વેચતા લવરમૂછિયા...

અરવલ્લી : SOGએ મોડાસાના શાસ્ત્રી મેદાનની ઝાડીઓમાં એક્ટિવા પર ગાંજો વેચતા લવરમૂછિયા પેડલરને દબોચ્યો 

0

 

સર્વોદય નગર વિસ્તારમાં રહેતા અલ્પીત રાવળ ગાંજાની ડિલિવરી કરવા રાજ ચૌહાણ પૈસા અને એક્ટિવા આપી 

 

અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૂકા નશાનો કારોબાર ફુલ્યોફાલ્યો છે યુવાનો દેશી-વિદેશી દારૂ પીવામાં પોલીસ પકડનો ડર રહેતો હોવાની સાથે તેની મહેકથી પરિવારજનોને ખબર પડી જવાની સંભાવનાના પગલે ગાંજા અને એમડીનો નશો વધી રહ્યો છે એસઓજીએ મોડાસા શહેરના શાસ્ત્રી મેદાનમાં ઝાડી ઝાંખરામાં એક્ટિવા પર ગાંજાનું વેચાણ કરતા સર્વોદય નગર વિસ્તારમાં રહેતા એક લવરમૂછિયા યુવકને દબોચી લઈ ૬૭.૯૮ ગ્રામ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા શાસ્ત્રી મેદાનની ઝાડીમાં ગાંજાના વેપલાનો પર્દાફાશ કર્યો હતો એસઓજી ટીમને શાસ્ત્રી મેદાનની ઝાડી ઝાંખરામાં એક્ટિવા પર એક યુવક ગાંજો વેચતો હોવાની બાતમી મળતા તાબડતોડ ટીમ સાથે શાસ્ત્રી મેદાનની ઝાડી ઝાંખરાને કોર્ડન કરી ત્રાટકી બાતમી આધારિત એક્ટીવા સાથે રાજ અનિલ ચૌહાણને ઝડપી પાડી તલાસી લેતા તેને પહેરેલા જેકેટ અને એક્ટિવાની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલ ૬૭.૯૮ ગ્રામ કિં.રૂ.૩૩૯૯ નો જથ્થો જપ્ત કરી ગાંજો એક્ટીવા અને મોબાઇલ મળી કુલ.રૂ.૩૯ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સઘન પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો અલ્પિત ભરત રાવળ (રહે,સર્વોદય નગર) વેચાણ માટે આપતો હતો અને એક્ટિવા પણ તેની હોવાનું જણાવતા એસઓજી પોલીસે રાજ અનિલ ચૌહાણને જેલના સળિયા પાછળ ધકેલી દઈ અલ્પિત ભરત રાવળ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!