32 C
Gujarat
Saturday, November 28, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે કસ્બાની હુસેની મસ્જિદ નજીક વરલી મટકાનો જુગાર...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે કસ્બાની હુસેની મસ્જિદ નજીક વરલી મટકાનો જુગાર રમાડતા શકુનીને ઝડપ્યો

0

 

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા પોલીસતંત્રને સખ્ત સૂચનાને પગલે પોલીસે અસામજિક તત્વો સામે કાર્યવાહી હાથધરી છે મોડાસા ટાઉન પોલીસે કસ્બા વિસ્તારમાં આવેલી હુસેની મસ્જિદ પાસે આંકફેરનો વરલી મટકાનો રમાડતા હારુન યાસીનમીયા મલેકને દબોચી લઈ વીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે કસ્બા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા હુસેની મસ્જિદ નજીક એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાબડતોબ ત્રાટકી ચિઠ્ઠીમાં આંકડા લખી જુગાર રમી રમાડતા
હારુન યાસીનમીયા મલેક (રહે,૪૮,દરિયાઈ સોસાયટી)ને ઝડપી પાડી તેની અંગજડતી લેતા રૂ.૨૦૫૦૦/-મળી આવતા પોલીસે કાગળની ચિઠ્ઠીઓમાં લખેલ આંકડા લખેલ ચિઠ્ઠીઓ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા શહેર સહિત અરવલ્લીમાં અનેક સ્થળે છાનેછૂપને જુગારધામ ધમધમતા હોવાની બૂમો ઉઠી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!