29.6 C
Gujarat
Saturday, November 28, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જીલ્લાના ત્રી દિવસીય પ્રવાસે, આદિવાસી પરિવાર...

અરવલ્લી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જીલ્લાના ત્રી દિવસીય પ્રવાસે, આદિવાસી પરિવાર સાથે ભોજન બાળકો સાથે નાસ્તાની લિજ્જત 

0

 

 

 

શામળાજીના દર્શનથી પ્રવાસનો પ્રારંભ, શાળાના બાળકો સાથે નાસ્તો અને આદિવાસી પરિવારો સાથે સહભોજન ,ગોઢકુશ્કી ખાતે પરંપરાગત ભજન સંધ્યામાં સહભાગી બન્યા 

 

ગુજરાત સરકારના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અરવલ્લીમાં ત્રિ દિવસીય પ્રવાસ કરી રહ્યા છે પ્રવાસના પ્રથમ દિવસે ભિલોડા

વિધાનસભા મતવિસ્તારના શામળાજી તાલુકામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો, આદિવાસી પરિવારો અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

 

પ્રવાસના પ્રથમ દિવસની શરૂઆત મંત્રીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરીને કરી હતી. ત્યારબાદ શામળાજી ખાતે આવેલી શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાના બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી તેમજ બાળકો સાથે બેસીને શાળામાં આપવામાં આવતો નાસ્તો પણ કર્યો હતો. આ મુલાકાત દ્વારા બાળકો સાથે આત્મીયતા કેળવી શિક્ષણ અને પોષણના મહત્વને પણ ઉજાગર કર્યું હતું.

 

ત્યારબાદ પાંચમહુડી ખાતે એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરે મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ સહભોજન કરી સાદગી અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી તેમના જીવન, પરંપરા અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી અને સ્થાનિક બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

દિવસના અંતિમ ચરણમાં ગોઢકુશ્કી ખાતે આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી ભજન સંધ્યામાં સહભાગી બન્યા હતા. આદિવાસી ભાઈ-બહેનો સાથે પરંપરાગત ભજનોનો આનંદ માણી તેમની સાથે સહભોજન પણ કર્યું હતું. પ્રવાસ દરમિયાન આદિવાસી સમાજની જીવનશૈલી અને સંસ્કૃતિને નજીકથી સમજવાના હેતુથી આજે એક આદિવાસી પરિવારના ઘરે રાત્રિરોકાણ પણ કરશે. આ સમગ્ર પ્રવાસ લોકસંપર્ક, સાદગી, સંવેદનશીલતા અને આદિવાસી સમાજ સાથે આત્મીયતાના અનોખા ઉદાહરણરૂપ બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!