29.6 C
Gujarat
Saturday, November 28, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભિલોડા વિધાનસભાના વિકાસના કાર્યોની વહીવટી તંત્ર સાથે...

અરવલ્લી : મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભિલોડા વિધાનસભાના વિકાસના કાર્યોની વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી 

0

મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

 

જનસુનાવણી અને જાહેર ફરિયાદ નિવારણ કેમ્પમાં મંત્રીએ નાગરિકોની રજૂઆતો સાંભળી, પ્રશ્નોના નિવારણ માટે કરી માર્ગદર્શનાત્મક કાર્યવાહી

 

રાજ્ય સરકારના ૭૨ કલાક વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ભિલોડા વિધાનસભા વિસ્તારની મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપના, જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠકમાં ભિલોડા વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ, વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી, પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ તથા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ પ્રસંગે રસ્તા અને માર્ગ સુવિધાઓ, પાણી પુરવઠો, પ્રવાસન વિકાસ, ધાર્મિક સ્થળોના વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા ટેલિકોમ્યુનિકેશન સહિતના વિવિધ વિકાસલક્ષી વિષયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાના વિભાગની કામગીરી અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. મંત્રીએ વિકાસકાર્યોને વધુ ગતિશીલ બનાવવા, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા તથા સ્થાનિક લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

૭૨ કલાક વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા જનસુનાવણી અને જાહેર ફરિયાદ નિવારણ કેમ્પમાં માનનીય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી, શક્ય તેટલી રજૂઆતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!