અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવી દારૂબંધીની પોલ ખોલી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર સઘન પેટ્રોલીંગ અને બાતમીદારોની મદદથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં મહદઅંશે સફળ રહે છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ધામા નાખતા જીલ્લા પોલીસતંત્રની ઉંઘ હરામ થઇ ગઈ છે
અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીંટોઈ પોલીસ સ્ટેશનના જામાપુર ગામ નજીક ક્રેટા કાર માંથી 2.70 લાખના શરાબ સાથે અમદાવાદી બુટલેગરને ઝડપી લીધો હતો તેમજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ફરેડી ગામની સીમમાંથી XUV 300 કારમાંથી 3.9 લાખનો દારૂ સાથે રાજસ્થાની બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લાના માર્ગો પરથી લક્ઝયુરિયસ કારમાં દારૂની હેરાફેરી ચર્ચાનું કેન્દ્ર બની છે
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ.ઝાલા અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડાસા-શામળાજી હાઇવે પર પેટ્રોલિંગ હાથધરતા શામળાજી બાજુથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા જામાપુર ગામ નજીક વોચ ગોઠવી ક્રેટા કારને ઝડપી પાડી કારમાંથી 2.70 લાખની વિદેશી દારૂ બોટલ, બિયર ટીન 1061 જપ્ત કરી જય મહેશ પીઠડીયા(રહે,કદમગ્રીન્સ,હાથીજણ સર્કલ, અમદાવાદ)ને ઝડપી લઇ વિદેશી દારૂ, કાર સહીત 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ક્રેટા કારમાં વિદેશી દારૂ બિપિન દેવજી પારઘી (રહે,અણસોલ-શામળાજી)એ ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોડાસાથી માલપુર રોડ પર પેટ્રોલીંગ હાથધરી ફરેડી ગામ નજીક XUV 300 કારમાંથી બાતમીના આધારે 3.09 લાખના વિદેશી દારૂ સહીત 10.09 લાખના મુદ્દામાલ સાથે પુષપેન્દ્રસિંગ ગુલાબસિંગ ચુડાવત (રહે,થડા-રાજસ્થાન)ને ઝડપી પાડી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાની બુટલેગર મુકેશ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે





