28.4 C
Gujarat
Monday, August 24, 2026
Home HeadLines ખોટા સર્ટિફિકેટ આપનાર મોડાસાની લૉર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વિષે યુવરાજસિંહે શું કહ્યું જાણો

ખોટા સર્ટિફિકેટ આપનાર મોડાસાની લૉર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વિષે યુવરાજસિંહે શું કહ્યું જાણો

0
592

કદગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીમાં ચોંકાવનારો ખુલાસો કર્યા પછી વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વધુ ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજ સિંહે પોતાના આક્ષેપ કર્યો છે કે રાજ્ય બહારથી બનાવટી સર્ટિફિકેટ ના આધારે આજ દિન સુધી લેવાયેલી આરોગ્ય વિભાગની વિવિધ આઠ હજાર ભરતીઓમાં ઉમેદવારો નોકરી કરી રહ્યાં છે. આ સાથે છે આગામી દિવસો માં થનાર પશુધન નિરિક્ષક, ગ્રામ સેવક, લેબ ટેક, ઉર્જા વિભાગ તથા મેડિકલ ઑફિસર જેવી તમામ ભરતીઓ માટે પણ લેભાગુ એજન્ટો કાર્યરત થયા છે. તેઓ પરપ્રાંત જેવા કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ આપી રહ્યાં છે. જેના પુરાવા પણ અમારી પાસે છે. આથી આવા બોગસ સર્ટિફિકેટ વાળા ઉમેદવારો આવનારી ભરતીમાં આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં આવા ફ્રોડ સર્ટિફિકેટનો વેપલો કરનારા અસંખ્ય લોકો છે. લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટના આર.એમ.પટેલ ઉર્ફે રમેશભાઈ પટેલ જેમણે હજારો વિદ્યાર્થીઓને આવા ફ્રોડ સર્ટિફિકેટ આપેલા છે. બોગસ સર્ટિફિકેટ આપવાની મોડસ ઓપરેન્ડી સૌ પ્રથમ જ્યારે-જ્યારે પરીક્ષાની જાહેરાત આવવાની હોય, ત્યારે વર્તમાન પત્રમાં ફાસ્ટેડ કોર્સની જાહેરાત આપવામાં આવે છે.વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરીને તેમને થોડા દિવસોમાં ફોર્ડ સર્ટિફિકેટ આપી દેવાની લાલચ આપવામાં આવે છે. આ માટે જે-તે વિદ્યાર્થીઓ પાસેથી 70 હજારથી વધુ રકમ એક સાથે વસૂલવામાં આવે છે.

વિદ્યાર્થીને ફ્રોડ સર્ટિફિકેટ માટે જે-તે યુનિવર્સિટીની મુલાકાત માટે કહેવામાં આવે છે. જ્યાં તેમને માત્ર જે-તે રજિસ્ટરમાં આખા વર્ષની સહી એક સાથે લઈ લેવામાં આવે છે. આ સાથે જ જે-તે વિદ્યાર્થીના આઈકાર્ડ ઉપર પણ સહી લઈ લેવામાં આવે છે. જેથી કરીને કોઈને ગેરરીતિની આશંકા ના થાય.
જે વિદ્યાર્થી વિદ્યાર્થીએ ફ્રોડ સર્ટિર્ફકેટ માટે પૈસા આપી દીધા હોય, અને ર્જો પરીક્ષાનું નોટીફિકેશન વહેલા આવી જાય તો સર્ટિર્ફકેટ આપવા પહેલા જે-તે વિદ્યાર્થી પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો જેવી કે પરીક્ષાનું વર્ષ, ટકાવારી બેઠક નંબર અને જે-તે યુનિવર્સિટીનું નામ અગાઉથી આપી દેવામાં આવે છે.

ખોટા સર્ટિફિકેટ આપનાર લૉર્ડ ક્રિષ્ના ટ્રસ્ટના આર.એમ.પટેલ વિષે યુવરાજસિંહે શું કહ્યું જાણો
આપ નેતા યુવરાજસિંહએ મોડાસામાં ખોટા સર્ટિફિકેટ આપવાનું રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે, વીડિયો સંદેશમાં યુવરાજસિંહે આર.એમ.પટેલ નામના વ્યક્તિ આવું રેકેટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા ખડખડાટ મચી જવા પામ્યો છે, કેવી રેતી સર્ટિફિકેટ આપવામાં આવે છે તે અંગે યુવરાજસિંહે અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા, જુઓ મેરા ગુજરાત પર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!