29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇને GMDC ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી

પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇને GMDC ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી

0
170

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તે પંચાયતી રાજ મહાસંમેલનના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. તેમણે આ કાર્યક્રમોના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પીવાનું પાણી, પાર્કિંગ સહિતની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. મુખ્યમંત્રી સાથે આ સ્થળોના નિરીક્ષણ દરમિયાન પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર સંદીપકુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!