39 C
Ahmedabad
Sunday, May 12, 2024

ગાંધીનગરમાં સેકટર-૨૧ જીમખાના ક્રિકેટ મેદાનમાં નવિનીકરણન, જાણો બીજા તબક્કામાં થશે કેટલો ખર્ચ


ગાંધીનગરમાં સેકટર-૨૧ જીમખાના ક્રિકેટ મેદાનના નવિનીકરણને અનુલક્ષી આગામી દિવસોમાં બીજા તબક્કાની કામગીરી હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ક્રિકેટ પીચ, સ્ટેડીયમ અને પ્રેકટીસ એરિયા તૈયાર કરવામાં આવ્યો હતો. જયારે હવે સ્ટેડિયમને અનુલક્ષી નોર્થ અને સાઉથ બ્લોકનુ કામ હાથ ધરાશે.જે અન્વયે સ્ટેડિયમની પેવેલિયન બેઠક કોમેન્ટ્રી બોક્ષ , એમ્પાયર રૂમ અને ખેલાડીઓ માટે રૂમ પણ તૈયાર કરાશે. આ ઉપરાંત ડ્રોઇંગ સીટીંગ અને ઓપન એરિયા તૈયાર કરવાનું પણ કામ હાથ ધરાશે. મોટેરાની જેમ પરંતુ પ્રમાણમાં નાના પાયે સ્ટેડિયમને તમામ સુવિધાથી સજ્જ કરાશે આ કાર્યયોજના પાછળ અંદાજિત રૂ ૪૫ કરોડનો ખર્ચ કરાશે. શહેરમાં સે-૨૧ સ્થિત જીમખાના ક્રિકેટ મેદાનને અનુલક્ષી નવિનીકરણની યોજના હાથ ધરવામાં આવી છે. જો કે પ્રથમ તબક્કાની કામગીરીના અંતે લાંબા સમયથી ક્રીકેટ સ્ટેડિયમનુ કામ બંધ છે. હવે બીજા તબક્કામાં નોર્થ અને સાઉથ બ્લોકનુ કામ હાથ ધરાશે જેમાં સ્ટેડીયમમાં શ્રોતાઓ માટે સૌથી મોંધી બેઠક વ્યવસ્થા તૈયાર કરાશે. આ ઉપરાંત એમ્પાયર રૂમ, કોમેન્ટ્રી બોક્ષ, ખેલાડીઓ માટેના બે ગ્રીનરૂમ તેમજ એ સી ડાઇનીંગ અને સીટીંગ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. અમદાવાદના મોટેરાની જેમ આ સ્ટેડિયમને સુવિધાયુકત બનાવાશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!