ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ આગામી સમયમાં યોજનાર રાજ્યની ચૂંટણીનો રોડ મેપ તૈયારીનો ભાગ મનાઈ રહ્યો છે બે દિવસમાં અનેક કાર્યક્રમો અને વિકાસ કામોનું લોકાર્પણ કરશે આજે એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનો રોડ શો યોજવવાનો છે. જેમાં અંદાજિત 4 લાખ જેટલા લોકો જોડાશે. સાથે જ GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.વડાપ્રધાન મોદી અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢી માતૃશ્રી હીરાબાના આશીર્વાદ લે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ધરતી પર સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10.15 થી PM મોદીના રોડ-શોની શરૂઆત થશે. રોડ શો હોટેલ તાજ સર્કલથી કમલમ સુધી યોજાશે. PM મોદીનો કાફલો 11.15 વાગે કમલમ પહોચશે. ત્યાર બાદ PM મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે. આ બેઠક 1.30 વાગ્યા સુધી વાગે કમલમ્ પર યોજશે. 1.30 વાગ્યે PM મોદી રાજભવન રવાના થશે. 4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે. 4 વાગે PM મોદી GMDC જવા રવાના થશે. સાંજે 4.30 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. આ પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન યોજાશે. ત્યારબાદ 5.30 વાગે રાજભવન રવાના થશે અને PM મોદી રાજભવન ખાતે બેઠક યોજશે. PM મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.તેમજ સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
કેવી હશે લોંખડી સુરક્ષા વડાપ્રધાન મોદીના આગમાન થી દિલ્હી પરત ફરે ત્યાં સુધી વાંચો
PM મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. PMના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. PM મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.





