38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભરત’લીલા’ પર પત્નીની સર્જિકલ સ્ટ્રાઈક, કહ્યું, “તું મને આન્ટી કહે છે તો...

ભરત’લીલા’ પર પત્નીની સર્જિકલ સ્ટ્રાઈક, કહ્યું, “તું મને આન્ટી કહે છે તો પેલો તારો ‘દાદો’ થયો ને…!!” વીડિયો વાઈરલ

0
292

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો પારિવારિક વિવાદ સામે આવ્યો છે. તેમના પત્ની રેશ્નમા પટેલે ભરતસિંહ સોલંકીને એક યુવતી સાથે ઝડપી લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે, એટલું જ નહીં હવે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

ભરતસિંહ સોલંકીની પત્નીનીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને એક મહિલા સાથે ભરતસિંહ સોલંકીને ઝડપી હતી, જેનો વાઇરલ વિડિઓ વાઈરલ થયો છે. ભરતસિંહ સોલંકીના આણંદ સ્થિત બંગલામાં બની હતી જ્યાં ભરતસિંહ સોલંકી અને એક યુવતી સાથે ઝડપી પાડ્યા હતા. ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેના સંબંધ અન્ય યુવતી સાથે છે. અને આજ કારણે પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. આ અંગે જાણ થતાં રેશ્મા પટેલે કેટલાક લોકો સાથે આણંદ સ્થિત નિવાસસ્થાને સર્જિકલ સ્ટ્રાઈક કરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો.

જુઓ સોશિયલ મીડિયા પર વાઈલ થયેલ Video

મીડિયા સાથેની વાતચીતમાં રેશ્મા પટેલે જણાવ્યું કે, તેમણે ભરતસિંહ અને યુવતીને આઇસ્ક્રીમ ખાતા જોયા હતા અને ત્યારબાદ પીછો કર્યો હતો. અને તેઓ આણંદમાં જ્યા રહે છે ત્યાં પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પત્ની રેશ્મા પટેલે જણાવ્યું કે, તેમણે તેમના પતિને સમજાવ્યા કે, તેઓ બધુ ભૂલીને ફરીથી સંસાર શરૂ કરીએ, પણ આવી ઐયાશી કેવી રીતે સહન કરવું. ભરતસિંહે યુવતીને ઘર, ગાડી અને ઘણું બધુ લઇ આપ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હાલ તેમની પાસે ઘર ચલાવવા માટે આર્થિક સ્થિતિ સારી ન હોવાનું પણ જણાવ્યું હતું.

ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલનો વિડિઓ વાયરલ થયો હતો જેમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ અને એક યુવતી ઝગડતા નજરે પડે છે. ભરતસિંહ સોલંકીની પત્નીએ આરોપ લગાડ્યો છે કે યુવતીના કારણે પોતાના ઘર સંસારમાં આગ લાગી છે અને યુવતીને હિસાબે જ પતિ પત્નીના સંબધોમાં ખટરાગ ઉભા થયા છે.કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસોલંકીનું પારિવારિક જીવન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે અને તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પતિ પત્ની વચ્ચે યુવતી આવતા સુખી ચાલતું લગ્નજીવનમાં તણાવ ઉભો થયો છે. આ વાઇરલ વિડિઓમાં ભરતસિંહ સોલંકી, રેશ્મા પટેલ અને યુવતી ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે.

આ અગાઉ પણ ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાડ્યા હતા કે મને મારવામાં આવે છે અને ઘરે જાવ છું તો મને ધકકા મારીને બહાર કાઢે છે. અમેરિકાથી ગુજરાત પરત આવ્યા બાદ કહ્યું હતું કે હું અહીં જ રહીશ અને મારો હક્ક મેળવીને જ રહીશ. વધુમાં કહ્યું હતું કે ના છૂટકે મારે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. આ મામલે ભરતસિંહ સોલંકીની પત્નીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!