34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ મેઘરજ પોલીસે સ્વીફ્ટ કારમાંથી 1.21 લાખના દારૂ સાથે કદજોદરા અને સિંગરવાના બે...

મેઘરજ પોલીસે સ્વીફ્ટ કારમાંથી 1.21 લાખના દારૂ સાથે કદજોદરા અને સિંગરવાના બે બુટલેગરોને દબોચ્યા : રાજસ્થાન માંથી દારૂની ખેપ

0

અરવલ્લી- સાબરકાંઠા જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે નવા બસસ્ટેન્ડ નજીક સ્વીફ્ટ કારમાંથી 1.21 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મેઘરજ પોલીસે નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી બે બુટલેગરો પસાર થવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારીત સ્વીફ્ટ કાર (ગાડી નં- GJ 01 RC 8657) ને અટકાવી તલાસી લેતા કારમાંથી વીદેશી દારૂની 718 બોટલ કીં.રૂ.121500/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બૂટલેગર નીરંજન પ્રતાપ બારોટ (રહે,મંદીરવાળો વાસ, કડજોદરા,દહેગામ-ગાંધીનગર) અને જીલાજી મનજી ઠાકોર (રહે,સિંગરવા, વડવાળી ચાલી દસ્ક્રોઈ, અમદાવાદ) ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!