27 C
Ahmedabad
Friday, May 3, 2024

4 જૂનથી અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ સમર કેમ્પનું આયોજન, મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સમર સ્પોર્ટ્સ કેમ્પ


અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ પછી સ્પોર્ટ્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આવતીકાલ એટલે કે, 4 જૂનથી આગામી 14 જૂન સુધી એમ દસ દિવસ સુધી ચાલનારા સ્પોર્ટસ સમર કેમ્પમાં અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ ચાર જ્યારે જિલ્લા કક્ષાએ 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. રમતવીરો વેકેશન દરમિયાન રમતો પ્રત્યે પ્રેરાય અને રમતોમાં આગળ વધી શકે તે હેતુથી સ્પોર્ટ્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ સમર કેમ્પમાં જોડાવા જિલ્લા રમત વિકાસ અધિકારીએ રમતવીરોને અપીલ કરી છે.

Advertisement

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઇને રમતવીરોમાં ઉત્સાહ ઉમંગ ફરીથી લાવવા માટે સ્પોર્ટ્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સમર કેમ્પમાં રમતવીરો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. રમતવીરો માટે અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જિલ્લાના તમામ કોચ દ્વારા રમતવીરો માટે કોઇ તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લા રમત વિકાસ કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!