28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ રાજસ્થાની બુટલેગરે કારમાં 226 બોટલ દારૂ ભરી ખેપિયાને વડોદરાના બુટલેગરને આપવા મોકલ્યો...

રાજસ્થાની બુટલેગરે કારમાં 226 બોટલ દારૂ ભરી ખેપિયાને વડોદરાના બુટલેગરને આપવા મોકલ્યો : શામળાજી પોલીસે ખેપ નિષ્ફ્ળ બનાવી

0
212

રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતી છે બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે સતત વિદેશી દારૂની હેરાફેરી કરી દારૂબંધીના લીરેલીરા ઉડાડી ગુજરાતમાં દારૂની રેલમછેલ કરી રહ્યા છે રાજસ્થાનના બુટલેગરે ફોર્ડ ફિગો કારમાં દારૂ ભરી આપી ખેપિયો વડોદરા દારૂની ડીલેવરી કરે તે પહેલા શામળાજી પોલીસે અણસોલ ગામ નજીકથી દારૂ ભરેલી કાર સાથે દબોચી લઇ બુટલેગરની ખેપ નિષ્ફળ બનાવી કારમાંથી 42 હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાન તરફથી આવતી ફોર્ડ ફિગો કારને અટકાવી તલાસી લેતા કારની ડેકીમાંથી વિદેશી દારૂ અને ક્વાંટરીયા નંગ-226 રૂ.42900/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક રોહિત રામધન વર્મા (રહે,ટોંક છીલરી,ઝુઝનું-રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી રૂ.2.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન બારવાના બુટલેગર અંકિત અમરચંદ જાટ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!