38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 સત્તા સંગ્રામ : ભિલોડામાં કોંગ્રેસના ‘નવ સંકલ્પ જન સંમેલન’ પછી AAP ની...

સત્તા સંગ્રામ : ભિલોડામાં કોંગ્રેસના ‘નવ સંકલ્પ જન સંમેલન’ પછી AAP ની પરિવર્તન યાત્રા

0
215

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. ભાજપે ભરતી મેળો પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજ્યું હતું અને હવે આપ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. ભિલોડા મામલતદાર કચેરી થી ભિલોડા, શામળાજી અને મેઘરજ ખાતે રાજકીય પરિવર્તન યાત્રાની રેલી યોજાઈ હતી.ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ બેઠકના આમ આદમી પાર્ટીના સદસ્ય રૂપસિંહભાઈ ભગોરા દ્વારા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવી પરિવર્તન યાત્રાને વધાવી હતી.આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને 1200 થી વધુ કાર્યકર્તાઓ અને 150 થી વધુ વાહનો નો કાફલો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!