28 C
Gujarat
Friday, August 21, 2026
Home સત્તા સંગ્રામ 2022 અરવલ્લી જિલ્લાનો વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, 15મી જૂને C R Patil...

અરવલ્લી જિલ્લાનો વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, 15મી જૂને C R Patil મોડાસાની મુલાકાતે

0
227

આજરોજ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને મોડાસા તાલુકા અને શહેર ભાજપા ની બૂથ પ્રમુખો શક્તિકેન્દ્ર ઇન્ચાર્જો તાલુકા અને જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોઅને મોડાસા તાલુકા મંડલ અને શહેર ના કાર્યકર્તા ની બેઠક યોજાઇ મોડાસા કમલ્મમાં યોજાઈ હતી.

અરવલ્લી જિલ્લાનો વન ડે વન ડિષ્ટ્રીક્ટ કાર્યક્રમ આગામી ૧૫.૦૬.૨૦૨૨ને બુધવારે સાંજના પાંચ વાગ્યે મોડાસામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં યોજનાર હોઇ તેના આયોજન માટે આ બેઠક યોજાઇ હતી.

આ બેઠક માં જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ , જગદિશભાઇ ભાવસાર, મંત્રી કમળાબેન પરમાર, સંગીતાબેન પટેલ, તાલુકા પ્રભારી  જે.સી.ઝાલા, મોડાસા તાલુકા પ્રમુખ ભીખુસિંહ પરમાર, મોડાસા શહેર પ્રમુખ રણધિરભાઇ ચુડઘર, મોડાસા તાલુકાપંચાયત પ્રમુખ બીપિનભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક માં આગામી વન ડે વન ડિષ્ટ્રીક્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રાખવા અંગે નું સંપુર્ણ સુપેરે આયોજન કરવા અંગે નું જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ બેઠક માં મહામંત્રી હસમુખભાઇ પટેલ, જગદિશભાઇ ભાવસાર દ્વારા બેઠક અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું, આગામી સદસ્યતા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા સોશિયલ મીડિયા કન્વિનર નીતિન પંડયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર બેઠક નું સંચાલન કઉ જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ મણીભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નો મોડાસા શહેર પ્રમુખ રણધિરભાઇ ચુડઘર દ્વારા આભાર માની બેઠકનું સમાપન કરાયું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!