38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી : માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રેમાળ ગોષ્ઠી પરિસંવાદનું...

અરવલ્લી : માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રેમાળ ગોષ્ઠી પરિસંવાદનું આયોજન

0
234

માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળની અનોખી પહેલ

યુવાની અવઢવથી ઉત્સવ સુધી એક પ્રેમાળ ગોષ્ઠી નામનો અનોખો પરિસંવાદ યોજાશે

અરવલ્લી જીલ્લાના માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના ઉથ્થાન માટે અનેકવિધ કાર્યક્રમો યોજે છે, ત્યારે આ વચ્ચે સમાજના બાળકો અને અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સંવાદનું આયોજન કર્યું છે. જેમાં યુવાનોનું ઘડતર, કારકિર્દી, પલાયન લગ્નનું દૂષણ, તેમજ સંસ્કાર ઘડતરમાં વાલીઓનો ફાળો જેવા વિવિધ વિષયો પર સંવાદનું આયોજન કર્યું છે.

માલપુરના તખતપુર સમાજવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે તખતપુર સમાજવાડી ખાતે સમાજના યુવાન અને મહિલાઓ માટે જાણીતા વ્યક્તા નેહલ ગઢવી દ્વારા યુવાની અવઢવથી ઉત્સવ સુધી એક પ્રેમાળ ગોષ્ઠિ અંતર્ગત યુવાનો અને મહિલાઓ સાથે અનોખો પરિસંવાદ કરશે. સંવાદમાં જોડાવા પ્રમુખ વિનોદ પટેલે સમાજના લોકોને જોડાવા અપીલ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!