38 C
Ahmedabad
Sunday, May 19, 2024

પોળો ફોરેસ્ટમાં જતા પહેલા આ વાંચો નહીં તો પડશે ધરમનો ધક્કો : રીંછ ગણતરી માટે જીલ્લા કલેકટરે ત્રિ-દિવસીય પ્રવાસીઓ પર પ્રતિબંધ


ગુજરાતના મીની કાશ્મીર ગણાતા સાબરકાંઠા જીલ્લાના વિજયનગર નજીક પ્રખ્યાત પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટમાં અને આજુબાજુના જંગલોમાં રીંછ સહીત વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીના પગલે 13 જૂનથી 15 જૂન સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરતુ જીલ્લા કલેકટર હિતેશ કોયા એ બહાર પાડતા ત્રણ દિવસ પોળો ફોરેસ્ટ બંધ રહેશે છ વર્ષ પછી રીંછ સહીત વન્ય પ્રાણીઓની ગણતરી વનવિભાગ તંત્ર હાથધરી છે.

Advertisement

સાબરકાંઠા વનવિભાગ તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ સહીત અન્ય સ્થળોએ રીંછ સહીત વન્ય પ્રાણીઓની ગણતરી ત્રણ દિવસ સુધી કરવામાં આવશે જેમાં વનવિભાગના કર્મચારીઓ અને વોલેન્ટર સતત ખડે પગે ઉભા રહી વન્ય પ્રાણીઓની ગણતરી કરશે વન વિભાગ ચોકસાઇ ભરી ગણતરી કરવા માટે ઉનાળાના દિવસો પસંદ કરતા હોય છે અને જેમાં ખાસ કરીને આ વખતે ઉનાળો આકરો હોવાને લઇને ગણતરી વધુ ચોકસાઇથી ગણતરી થવાનુ વન વિભાગના અધિકારીઓનુ માનવુ છે.

Advertisement

ઉનાળાના દિવસોમાં પ્રાણીઓનુ હલન ચલન વધુ થતુ હોય છે અને ગરમીને લઈ પ્રાણીઓ પાણી પીવા માટે વધુ આવતા હોય છે. જેને લઇને ગણતરી સારી રીતે થઈ શકે છે. જિલ્લામાં વિવિધ જગ્યાએ કે જ્યાં ખાસ કરીને પ્રાણીના સ્ત્રોત અને કોતરો હોય છે તેવી જગ્યાએ વન કર્મીઓ દ્વારા ગણતરી હાથ ધરાઈ છે.

Advertisement

સાબરકાંઠાના વિજયનગરના પોળોના પ્રસિદ્ધ જંગલમાં રીછ અને દીપડા ઉપરાંત ઝરખ જેવા પ્રાણીઓની હાજરી છે અને તેમનો વસવાટ પણ કુદરતી વાતાવરણમાં સારી રીતે થઇ રહ્યો છે. આમ પોળોમાં જંગલી પ્રાણીઓમાં વધારો થવાની અપેક્ષા પણ સ્વાભાવીક વધુ રહેતી હોય છે. જેને લઈને ખાસ કરીને વન વિભાગે પાણીવાળા વિસ્તારો પર ઝરણા અને કોતરો વાળા વિસ્તારોમાં માંચડા બાંધી અધિકારીઓ રીંછની ગણતરી કરવા તડામાર તૈયારીઓ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!