37 C
Ahmedabad
Friday, April 26, 2024

હેપ્પી બર્થડે ટુ કૌશિક વેકરીયા-પ્રમુખ જીલ્લા ભાજપ


મહેન્દ્ર બગડા

Advertisement

આજે અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેરકિયાનો જન્મ દિવસ છે. આ તબક્કે રાજ્યના મુખ્ય પ્રધાન, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સહીતના ભાજપના અગ્રણી આગેવાનોએ કૌશિક વેકરીયાને જન્મ દિવસની શુભકામનાઓ આપી.

Advertisement

ગુજરાતના કદાચ સૌથી નાની વયના જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા અજાતશત્રુ છે. કોઈ સાથે વેર નહી. સૌ કાર્યકરોને સરખુ સન્માન અને પક્ષનુ હિત સૌ પ્રથમ, ત્યાર બાદ બીજી બધી વાત. કૌશિક વેકરિયા મુળ તો અમરેલી જીલ્લાના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીના અંતરંગ કાર્યકરમાંના એક. મુકેશ સંઘાણી સાથેની જીગર યારી, ત્યાર બાદ રાજનીતીમાં દિલીપભાઈના પ્રયાસ અને કહેવાથી પગરણ મુક્યા.

Advertisement

સૌની નાની વયના ભાજપ મહામંત્રી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કર્યા બાદ ભાજપે જીલ્લાની જવાબદારી નીભાવી. સતત લગન અને ધગશથી જીલ્લાના ખુણે ખુણે ભાજપના કાર્યકરોની ફોજ ઉભી કરી દીધી. જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સૌ પ્રથમ જવાબદારી આવી ધારી પેટા ચૂંટણીની. સૌના આશ્ચર્ય વચ્ચે આ બેઠક પર ભાજપ ઐતિહાસ અઢાર હજારની લીડથી વિજેતા બની.ત્યાર બાદ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી. બે હજાર સોળમાં મોટા ભાગની તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની મોટા ભાગની બેઠકો અને મોટા તમામ શહેરોની નગરપાલીકામાં ભાજપની કારમી હાર થઈ હતી. કૌશીક વેકરિયા સામે મોટો પડકાર હતો કે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનો ભગવો લહેરાવો. સ્થાનીક સાંસદ નારણ કાછડિયાના માર્દર્શન હેઠળ કૌશિક વેકરિયાની ટીમે જે દેખાવ કર્યો તેનાથી કોંગ્રેસઓ હક્કા બક્કા રહી ગયા. તમામ નગરપાલિકા, મોટા ભાગની તાલુકા પંચાયતો અને જીલ્લા પંચાયતની નેવુ ટકા બેઠકો જીતી કૌશિક વેકરિયાએ સી.આર.પાટીલના એક્સો બ્યાંસી બેઠક જીતવાના પડકારને જાણે કે ઝીલી લીધો.

Advertisement

સ્વભાવે અત્યંત ભદ્ર, શાલીન અને સાલસ કૌશિક વેકરિયા બ્યુરોક્રેટ્સ અને મિડિયાના મીત્રોમાં પણ ખુબ લોકપ્રિય છે. તાજેતરમાં વિરાંજલી કાર્યક્રમમાં રેકોર્ડ બ્રેક લગભગ પચીસ હજાર જેટલા દર્શકોની ભીડ એકઠી કરી કૌશિક વેકરિયાએ પોતાના સંગઠનની તાકાત બતાવી દીધી છે.
ફરી એક વખત હેપ્પી બર્થ ડે કૌશિક વેકરિયા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!