રાજ્યમાં નેત્રમની મદદથી ગુન્હા ઉકેલવામાં ત્રીજા ક્રમે રહેલી અરવલ્લી પોલીસે વધુ એક વાર નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી મોડાસા શહેરના પાન પાર્લર આગળથી થયેલી બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી સંતરામપુર મોટી ક્યારા ગામના બાઈક ચોર દિનેશ બાબુ તાવીયાડને મોડાસા ટાઉન પોલીસે સંતરામપુરથી ચોરીની બાઈક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસાના કોટ વિસ્તારમાં રહેતા અને પાર્લર ચલાવતા મોહંમદ ફયાઝ નગદાનું બાઈક ચોરાતા ટાઉન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નેત્રમ કેમેરાની મદદ લેતા બાઈક ચોર નેત્રમ કેમેરામાં કેદ થયો હતો ચોરી કરેલી બાઈક સાથે દિનેશ તાવીયાડ ચાર રસ્તા થી સહયોગ ચોકડી પસાર કરી માલપુર તરફ જતા પોલીસે અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે બાઈક ચોર દિનેશ બાબુ તાવીયાડ (રહે, મોટી ક્યારા,સંતરામપુર-મહીસાગર) ને સાંતરામપુર થી બાઈક સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
નેત્રમ કેમેરાની મદદથી ટાઉન પોલીસે વીસ હજાર રૂપિયાની બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી હતી





