38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત હિંમતનગર સહકારીજીન રોડ નેશનલ હાઇવે નં. 8 પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક...

હિંમતનગર સહકારીજીન રોડ નેશનલ હાઇવે નં. 8 પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

0
316

મેરા ગુજરાત, સાબરકાંઠા

હાઈવેની મંદ ગતિની કામગીરીને લઇને ભરાયા પાણી

પ્રસાશન મસ્ત, પ્રજા પરેશાન…!!

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સવાર થી વરસાદ ની શરુઆત થઈ ગઈ હતી જેને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચૂકી છે ત્યારે ઘણા સમયથી નેશનલ હાઈવેના કામો ચાલી રહ્યા છે જેને લઇને રસ્તા ઉપર ખાડાખરબચડા થઈ જવાને કારણે વરસાદી પાણી ભરાયા હતા સહકારી જીન ચાર રસ્તા પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાને કારણે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યા રહેતી હતી તેવામાં વરસાદના પાણીને કારણે ખાબોચિયા ભરાઈ જતા ભારે ટ્રાફિક જામ થઈ જવા થી વાહનોની લાંબી કતાર લાગી હતી હતી જેને લઇને વાહનચાલકો લાંબા ટ્રાફિકમાં ફસાયા હતા

સહકારી જીન ચાર રસ્તાથી મોતીપુરા સુધી ઘણી હોસ્પિટલો આવી હોવાથી એમ્બ્યુલન્સ ની અવરજવર રહેતી હોય છે તો આ ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સને પણ અવર જવરમાં તકલીફ પડતી હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!