38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ‘આંખ મારતા’ વીજ પોલ, મેઘરજનો Video વાઈરલ

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ‘આંખ મારતા’ વીજ પોલ, મેઘરજનો Video વાઈરલ

0
215

અરવલ્લી જિલ્લામાં સોમવારનો દિવસ મેઘર મહેર માટે રહ્યો, છેલ્લા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી ત્યારે આતૂરતાનો અંત આવ્યો અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે વીજ પોલિની હાલત પણ દયનીય બની હોવાના વીડિયો સામે આવ્યા છે, જેને લઇને કોઇપણ સમયે દુર્ઘટના સર્જાઇ શકે એમ છે. મેઘરજ પંથકનો એક વીડિયો વાઈરલ થયો, જેમાં વીજ તંત્રની બેદરકારી સામે આવી છે.

મેઘરજના પંચવટી સોસાયટીમાંમાં વીજ પોલ પર શોર્ટ સર્કિટના દ્રશ્યો સામે આવ્યા છે. વીજ પોલ પર શોર્ટ સર્કિટ થતાં લોકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ પોલ પર શોર્ટ સર્કિટની ઘટનાને લઇને જો કોઇ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે એક સવાલ છે. વીજ તંત્ર દ્વારા પણ પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી હતી, જેનો આ પુરાવો હોવાનું સામે આવ્યું છે.

જુઓ આંખ મારે, ઓ વીજ પોલ આંખ મારે… વીડિયો વાઈરલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!