38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મોટર સાયકલ ચોરી ના આરોપીને ઝડપી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ

મોટર સાયકલ ચોરી ના આરોપીને ઝડપી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ

0
190

હિંમતનગર સાબર ડેરી વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા ચોરી થયેલ બાઇક ના આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો

હિંમતનગર શહેરમાં દિવસે દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં થી બે દિવસ પહેલા મોટર સાયકલ ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને પગલે પોલીસે બાઇક ચોર ને પકડવા તજવીજ હાથ ધરી હતી ત્યારે તારીખ 15/6/2022 ના રોજ બી ડિવિઝન પોલીસ બસ સ્ટેન્ડ તરફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીને મોટરસાયકલ લઈને હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તાર તરફ જઈ રહ્યો છે જેને આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી આવતા ઈસમને ઉભો રાખી પૂછપરછ કરતા ગાડી ના જરૂરી કાગળ ડોક્યુમેન્ટ માગતા ,ન હોવા નું જણાવ્યું હતું અને પોતે બે દિવસ પહેલા સાબર ડેરી વિસ્તાર માંથી બાઈક ચોરી કર્યા હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોપ માં સર્ચ કરતાં ચોરાયેલી બાઈક ની ફરિયાદ હિંમતનગર એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળતા આરોપીને પકડી પાડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસે દશરથભાઈ મંગાભાઈ નામના ઈસમ વિરુદ્ધ આઈ. પી. સી કલમ 379 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ અરોપી – દશરથભાઇ મંગાભાઈ રહે મુ.તાજપુરી તા. હિંમતનગર સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!