38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી જોઈ કહ્યું : ‘સો સલામ પણ...

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી જોઈ કહ્યું : ‘સો સલામ પણ ઓછી પડે’, વડોદરા પોલીસની માનવતા, જૂઓ VIDEO

0
253

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે ત્યારે વડોદરાના પોલીસકર્મીએ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર અર્થે તાત્કાલિક PCR વાનમાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. પોલીસકર્મીની આ કામગીરીના વખાણ કરતાં રાજ્ય ગૃહમંત્રીએ વિડિઓ સાથે ટ્વીટ કરી કહ્યું કે, ‘સો સલામ પણ ઓછી પડે’.જુઓ VIDEO

વડોદરામાં વરસાદ પછી કેટલાક વાહનચાલકો રોડ પર સ્લીપ ખાઈ જતા વાહનચાલકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં એક યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રાવપુરા પોલીસ સ્ટેશનના SHE ટિમની PCRમાં ફરજ બજાવતા સુરેશભાઈ હિંગલાજીયા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર યુવતીને PCR વાનમાં બેસાડીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે હોસ્પિટલની બહાર પહોંચ્યા બાદ સ્ટ્રેચર નજરે ન પડતાં યુવતીને ઊંચકીને ઝડપથી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જે અંગે નો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસકર્મીની કામગીરીની સરાહના કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો ટ્વિટ કર્યો છે અને તેમાં જણાવ્યુ છે કે ‘સો સલામ પણ ઓછી પડે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!