27 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં K.G. ના બાળકોને આવકારવા સેલ્ફી પૉઇંટ બનાવાયો


શાળાઓનું શૈક્ષણિક કાર્ય નવા વર્ષનું શરૂ થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓ પણ બાળકોના કલર થી ગુંજી ઉઠી છે. મોડાસા ખાતે આવેલા કલર વિકાસ કેન્દ્ર માં બાળકો ને આવકારવા માટે શાળા દ્વારા એક નવતર અભિગમ અપનાવીને એક સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિનિયર અને જુનિયર કે.જી.માં આવતા બાળકો પ્રથમ દિવસે રડતા હોય છે ત્યારે આવા બાળકો ના ચહેરા પર ખુશી લાવવા માટે એક સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે જ્યાં વાલી તેમના બાળકો સાથે સેલ્ફી લેતા હોય છે જેથી બાળકોના ચહેરા પર સ્મિત છલકે છે.

Advertisement

સોમવારથી મોડાસા તેમજ અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી છે, તેમાંય ખાસ કરીને પ્લે ગૃપ, જુનિયર કેજી અને સિનિયર કેજી માં આવતા બાળકોમાં કેટલાક બાળકો ખુશી ખુશી આવતા હોય છે તો કેટલાંક બાળકો પ્રથમ દિવસે શાળામાં આવવા માટે રડતાં હોય છે, આવા બાળકોને ખુશ કરવા માટે આજના મોબાઈલના જમાનામાં ફોટો પડાવીને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટેનો શાળા દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકો શાળામાં પ્રથમ દિવસે જ્યારે પ્રવેશ કરે છે ત્યારે વાલીઓ દ્વારા આવા બાળકો ની સેલ્ફી લેવામાં આવતી હોય છે આ માટે એક સેલ્ફી પોઇન્ટ શાળા દ્વારા મૂકવામાં આવ્યો છે જેથી અહીં આવતા બાળકો અને તેમના વાલીઓ સેલ્ફી લઈને યાદો મોબાઇલમાં કંડારી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!