અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના જેસવાડી ગામ નજીક પ્રાંતિજ ડેપોની માલપુર થી અમદાવાદ બસ મોડાસા તરફ જઇ રહેલ એસ.ટી. બસમાં એકાએક વિકરાળ આગ ભભુકી ઉઠતા બસ આગના ગોળામાં ફેરવાઇ ગઇ હતી. જો કે, ડ્રાઇવરની સતર્કતાને લઇ બસમાં મુસાફરી કરતા મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે બસ સંપૂર્ણ બળીને ખાક થઇ જવા પામી હતી.એસટી બસમાં આગ લાગતા મોડાસા ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
બસમાં ભિષણ આગનો વીડિયો
રવિવારે બપોરના સુમારે પ્રાંતિજ ડેપોની માલપુર અમદાવાદ બસ માલપુર થી મોડાસા તરફ આવી રહી હતી ત્યારે જેસવાડી ગામ નજીક એસટી બસમાં એન્જીનમાં ટેકનીકલ ખામીના કારણે આગ ભભુકી ઉઠી હતી.આગજનીના પગલે ડ્રાઇવરે બસ ઉભી રાખી દઇ તાબડતોડ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ઉતારી દેતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ અગનગોળામાં ફેરવાઇ જવા પામી હતી એસટી બસમાં આગ લાગતા મોડાસા નગર પાલીકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટિમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો બસમાં આગ લાગતા મોટા ભાગની બસ આગમાં ખાખ થઇ ગઈ હતી
માલપુર-અમદાવાદ બસમાં આગ લાગતા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ડેપો મેનેજર સહિતના એસ.ટી. કર્મચારીઓ અને માલપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે ઉક્ત બનાવ અનુસંધાને માલપુર પોલીસે જાણવાજોગ એન્ટ્રી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.





