38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ મોડાસા ખાતે ભારત વિકાસ પરિષદનો વિભાગીય અભ્યાસ વર્ગ યોજાયો

મોડાસા ખાતે ભારત વિકાસ પરિષદનો વિભાગીય અભ્યાસ વર્ગ યોજાયો

0
228

ભારત વિકાસ પરિષદ, ગુજરાત મધ્ય પ્રાંત સાબરકાંઠા ગાંધીનગર વિભાગ નો વિભાગીય અભ્યાસ વર્ગ 2022-23 મોડાસા શાખા ના યજમાન પદે ન્યું લીપ ઇન્ટરનેશનલ સ્કુલ, મોડાસા ખાતે યોજવામાં આવ્યો, જેમાં મધ્ય પ્રાંતના મંત્રી સુરેશભાઈ પટેલ વિભાગીય મંત્રી નિકેશભાઈ સંખેસરા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો, ત્યારે ગાધીનગર શાખા, ઇડર શાખા, હિંમતનગર શાખા, ખેડબ્રહ્મા શાખા, ભિલોડા શાખા, મોડાસા શાખા, કલોલ શાખા ના ભા.વિ.પરિષદના હોદેદારો વિવિધ પ્રકલ્પો ના સંયોજકો સહસયોજકો શાખાના પ્રમુખ મંત્રી ખજાનચી કારોબારી સભ્યો આ વર્ગમાં 8 થી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા

અભ્યાસ વર્ગ અનુંસંધાને ભારત વિકાસ પરિષદ ના વિવિંધ પ્રકલ્પો ના પૂર્ણ અભ્યાસ સાથે સંયોજકો ને ભારત વિકાસ પરિષદ ની વિવિધ શાખાઓ માં આગામી કાર્યક્રમો યોજવા અંગે વિચારોની આપલે સાથે અભ્યાસક્રમ થી તાલિમબધ્ધ કરાયા હતા અને આ પ્રસંગ ને અનુરૂપ સંબોધન કરાયું હતું.

આ કાર્યક્રમ મોડાસા શાખા પ્રમુખ ડૉ. એન. જી. બિહોલા મંત્રી રાજેન્દ્રભાઇ પટેલ, ખજાનચી ગૌરાંગભાઈ સોની ઉપપ્રમુખ સુમનભાઈ પટેલ, પ્રચાર અને પ્રસાર સંયોજક નીતિનભાઈ પંડ્યા, યુવા સંયોજક ઉત્તમભાઈ પટેલ, ભારત કો જાનો સંયોજક હિતેશભાઈ પટેલ, સહ સંયોજક રોનક ભાઈ ઉપાધ્યાય, સહ મંત્રી મૌલિકભાઈ પટેલ, સલાહકાર મોહનભાઈ પટેલ, વસંતભાઇ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂઝૂલભાઇ પટેલ, પ્રોફેસર ડૉ,અશોકભાઈ શ્રોફ, મહિલા સંયોજિકા મિતલબેન સોની વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, કાર્યક્રમના અંતે ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી હરીશભાઈ પટેલનો મોડાસા શાખાના સભ્યો દ્વારા હૃદય પૂર્વક નો આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!