32 C
Ahmedabad
Thursday, May 16, 2024

#InternationalDayofYoga : અરવલ્લી જિલ્લામાં શહેરીજનોએ યોગ કર્યા, મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ


21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશ સહિત ગુજરાતમાં પણ યોગ કરી નિરોગી રહેવાનું સૂત્ર સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. આ વચ્ચે રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો, તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી હતી.. મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં ભારતને વિશ્વ ફલક પર યોગના નામના અપાવનાર પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો અને યોગ વિષે લોકોને જાગૃત કર્યા હતા..તેમણે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં લોકોએ યોગ કરીને કોરોના સામેનો જંગ જીત્યો હતો.

Advertisement

Advertisement

આ સાથે જ અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ યોગ કરીને લોકોને પણ યોગ કરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ જિલ્લા પોલિસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

મોડાસાની શ્રી કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!