38 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય પાંચ રાજ્યમાં કોંગ્રેસની હાર બાદ મંથન, સોનિયા ગાંધીએ રવિવારે બોલાવી બેઠક

પાંચ રાજ્યમાં કોંગ્રેસની હાર બાદ મંથન, સોનિયા ગાંધીએ રવિવારે બોલાવી બેઠક

0
244

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ હાર બાદ સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બોલાવી છે. રવિવાર સાંજે 4 વાગ્યે સીડબલ્યૂસીની આ બેઠકમાં પાંચ રાજ્યમાં પાર્ટીની ચૂંટણી હાર પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા સીપીપી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સવારે 10.30 વાગ્યે 10 જનપથ પર કોંગ્રેસ સંસદીય રણનીતિ સમૂહની બેઠક બોલાવી છે.

કોંગ્રેસ કાર્યસમિતીના સભ્ય રણદીપ સુરજેવાલાએ પાર્ટી તરફથી કહી ચુક્યા છે કે 5 રાજ્યમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસ પાર્ટીની આશાથી ઉંધા રહ્યા છે. અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામની અપેક્ષા હતી પરંતુ પાર્ટી નતા સ્વીકાર કરે છે કે અમે જનતાનો આશીર્વાદ મેળવવામાં નિષ્ફળ રહ્યા.

કોંગ્રેસ નેતા અનુસાર, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની દરેક વિધાનસભામાં ગલી-મોહલ્લા સુધી પહોચી શકી પરંતુ અમે તે જનમતને સીટમાં ના બદલી શક્યા. અમે ઉત્તરાખંડ અને ગોવામાં સારી રીતે ચૂંટણી તો લડ્યા પણ જનતાનું મન ના જીતી શક્યા.

CWC મેમ્બર સુરજેવાલા અનુસાર, અમે ચૂંટણી હાર્યા અથવા જીત્યા પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દેશની જનતા સાથે ઉભી છે. અમે મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા, શિક્ષણ, સ્વાસ્થ્ય, ઢાંચાગત વિકાસ જેવા જનતાના મુદ્દાને જવાબદારી સાથે ઉઠાવતા રહીશુ. અમે હારના કારણો પર આત્મમંથન અને આત્મચિંતન બન્ને કરીશુ. સંગઠન પર કામ કરીશુ અને ભવિષ્યમાં સારો બનવાનો પ્રયાસ કરીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!