28 C
Gujarat
Friday, August 21, 2026
Home શિક્ષણ Shala Praveshotsav : અરવલ્લીમાં માલપુરના મહિયાપુર તેમજ વાવડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

Shala Praveshotsav : અરવલ્લીમાં માલપુરના મહિયાપુર તેમજ વાવડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

0
226

અરવલ્લી જિલ્લાના માલપુર જિલ્લા પંચાયતની મહિયાપુર તેમજ વાવડી પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ મહાયજ્ઞ રૂપી શાળા પ્રવેશોત્સવ – 2022, 17 મી શૃંખલા અંતર્ગત આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં ધોરણ – 1 ના બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય પટેલ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રાજન પ્રણામી, યુવા મોરચાના પ્રમુખ હર્ષદભાઇ પટેલ તેમજ માલપુર આઇ.ટી.આઇ ના પ્રિન્સીપાલ, સરપંચ, તાલુકા સદસ્ય, શાળાના શિક્ષકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બાળકો સાથે આનંદની પળો માણી, બાળકોને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ તેમજ શાળાનો ગણવેશ આપી બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!