28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં એક્ટિવા પર માતા પુત્રીને શાળાએ મુકવા જતા રિક્ષાએ અડફેટે...

અરવલ્લી : મોડાસામાં એક્ટિવા પર માતા પુત્રીને શાળાએ મુકવા જતા રિક્ષાએ અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, માતા ગંભીર ઈજાગ્રસ્ત

0
224

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કેટલાક રીક્ષા ચાલકો બેફામ ગતિએ રીક્ષા હંકારી તેમજ રિક્ષામાં મોટા અવાજે ટેપ વગાડી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે મોડાસા શહેરના ભેરુંડા રોડ પર એક રીક્ષા ચાલકે બેફિકરાઈ પૂર્વક રીક્ષા હંકારી વહેલી સવારે એક્ટિવા પર સ્કૂલે જતી માં-દીકરીને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં માતા-દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જ્યાં માતાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

અરવલ્લીના મોડાસાના કૉલેજ રોડ પર સ્કૂટી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી મા-દીકરીને ટક્કર વાગી હતી. રિક્ષા ચાલકે ટક્કર મારતા માતાને ગંભીર ઈજા પહોંચી છે. બીજા તરફ વિદ્યાર્થિનીને ચહેરા પર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ માતાને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. માતા દીકરીને મૂકવા માટે જે. બી. શાહ સ્કૂલ ખાતે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!