36 C
Ahmedabad
Wednesday, May 1, 2024

સાબરકાંઠા તાલુકાના ઇડર શહેર ના 11 ગામોના ખેડૂતોની, સિંચાઈ તેમજ પીવાના પાણીને લઇને સરકાર સામે લાલ આંખ


અગાઉ પણ ઇડરના પાંચ ગામના ખેડૂતોએ નેશનલ હાઇવેના કારણે જતી ખેતીની જમીન માટે કલેક્ટરને આવેદનપત્ર

Advertisement

સાબરકાંઠા જિલ્લાના ઇડર આસપાસના અગિયાર ગામો જેવાકે માનગઢ, હિંગળાજ, દરામલી,ભુવેલ ,ભેટાલી, સહિતના ગામડાઓમાં તળાવ ભરવા બાબતે વર્ષો જૂની છે જે વારંવાર સરકાર ને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ઇડરનો આ વિસ્તાર સુકો ભટ્ટ છે અને અહીંયા સિંચાઈ માટે તેમજ પીવાના પાણી માટે વર્ષો થી સમસ્યા ચાલતી આવી છે. હિંગળાજ ગામનું તળાવ ઇડર શહેર નું મોટું તળાવ છે જો આ તળાવમાં પાણી ભરવામાં આવે તો આસપાસના ૧૦થી વધુ ગામોને સિંચાઈ માટે તેમજ પીવા માટે પાણી મળી રહે તેમ છે.

Advertisement

વર્ષોથી આ અંગેની રજૂઆત મુખ્યપ્રધાન ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં નિવારણ ના આવતા ફરી 11 ગામના ખેડૂતો મળી ધારાસભ્યના કાર્યાલય ખાતે એકત્રિત થઈ હિંગળાજ માતાજીના મંદિર ખાતે ખેડૂતોની બેઠક યોજાઇ હતી જેમાં તળાવ ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને જો તળાવ ચૂંટણી પહેલા તળાવ ભરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા તેમજ રાજ નેતાઓને ગામમાં પ્રવેશ ના આપવા દેવા જેવી ચીમકી આપવામાં આવી છે.

Advertisement

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને કાર લખી રજૂઆત કરાઇ રહી છે અને જો નિરાકરણ જલ્દી નહી આવે તો આવનારી ચૂંટણીમાં સરકારને ભારે મુશ્કેલીઓ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!