29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બે દિવસમાં બે કાર ગાજણ નજીકથી દારૂ ભરેલ કાર પકડાઈ,...

અરવલ્લી : બે દિવસમાં બે કાર ગાજણ નજીકથી દારૂ ભરેલ કાર પકડાઈ, ઇકોમાંથી 181 બોટલ પકડી

0
342

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરી વધી હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું પૂરજોષમાં શરૂ થયું છે, આ વચ્ચે ગાજણી નજીકથી બે દિવસમાં બે કાર વિદેશી દારૂની પકડી પાડવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસે શામળાજી આશ્રમ ભિલોડા રોડે બાતમીના આધારે વોચ ગોઠવી રૂ.૯૩,૮૦૦ નો દારૂ ઝપ્ત કરી કાર માં સવાર બે લબરમુછીયા બુટલેગરો ને ઝડપી પાડયા છે. જિલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન ની હદમાં શામળાજી આશ્રમ રોડ પર બાતમી ના આધારે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમએ બાતમીમાં જણાવેલ ઇકો ગાડી નંબર GJ – 01 – HK – 5194 આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ-બિયર ટીન મળી કુલ ૧૮૧ બોટલ , કિં.રૂ.૯૭,૮૦૦ /-, રૂ.૫૦૦૦ નો મોબાઇલ અને કાર મળી રૂ..૬,૦૨,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે રાજસ્થાન ઉદેપુર ના ૨૧ વર્ષીય બુટલેગર ચંદુલાલ બુદ્ધદેવ નિનામા અને ૨૦ વર્ષિય લાલચંદ કિશોર નિનામા ઝડપી પાડ્યા હતા . તેમજ ડીલીવરી આપનાર રાજસ્થાન ઉદેપુર ના સુભાષ પદમજી કલાલ અને દારૂ મંગાવનાર અમદાવાદ ના બુટલેગર જીગ્નેશ રાજપુત ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!