હેતલ પંડયા
બાળક જ્યારે બોલતા શીખે ત્યારે પ્રથમ મમ્મી અને પાછી ‘પપ્પા’ બોલતું હોય છે. પરંતુ એક શબ્દ જેના અર્થ થી હું છું અપરિચિત એક શબ્દ જેને હું કરું છું અનહદ નફરત, તેમ છતાં બોલવા તે શબ્દ હું છું ખૂબ જ આતુર. તે જ્યારે – જ્યારે પડે મારા કાનમાં ત્યારે ત્યારે ગંગા જમના ની ધાર વહે મારી પાંપણોમાં, આ એક શબ્દ ન બન્યો હતો મારા કાજે પણ તે નસુવા દે મને સાંજ સવારે…. એક શબ્દ જેણે ઘોળ્યું મારા જીવનમાં ઝેર પણ ન જાણે કેમ હજી પણ છે તે શબ્દ થી મને પ્રેમ પપ્પા શબ્દ બોલતાંની સાથે જ દરેક દીકરીના મનમાં લાગણી પ્રસરી જાય છે, પરંતુ આ શબ્દ મારા માટે બન્યો જ ન હતો, જ્યારે જ્યારે હું આ શબ્દ સાંભળું ત્યારે ત્યારે મારું હદય ગભીર વૈદનામાં ડૂબી જાય છે, જ્યારે જ્યારે હું કોઈ દીકરીને પપ્પા શબ્દ બોલતા સાંભળતી ત્યારે મને થાય છે કે, હું કોને પપ્પા કહીને બોલાવું, હું પણ તમામ દીકરીઓની જેમ પપ્પાના પ્રેમની લાગણી અનુભવવા ઈચ્છું છું. પરંતુ મારુ નસીબ તેટલું સારું ન હતું, હું એક એવી કમનસીબ હતી જેના જન્મની કોઈને ખુશી ન હતી.મારા જીવનના કેટલાય સંબંધો મારા જન્મ પહેલાં જ તૂટી ગયા હતા. હું આ દુનિયામાં આવું તે પહેલાં જ મને લોકોએ અણગમતી કરી હતી. બાળકનો જન્મ પરિવાર માટે ઍક ઉત્સવ જેવો હોય છે, જેમાં કુટુંબના દરેક વ્યક્તિ ખુશખુશાલ હોય છે પરંતુ મારો તો જન્મ જ એક એવો શોકરૂપ હતો કે જેમાં જેના થકી હું આ દુનિયામાં આવવાની હતી તે જ વ્યક્તિ ત્યાં હાજર ન હતી. ન જાણે કેમ તેણે મારો ચહેરો ન જોવાની કસમ લીધી હૉય.તરછોડી મને તેણે જેની હું હતી અશ..જ્યારે જ્યારે હું કોઈ પિતાને તેની દીકરીને વહાલ કરતા જોતી ત્યારે ત્યારે મારું મન વિચલીત થતું, હું ખૂબ જ રડતી અને ઍક જ ફરિયાદ કરતી ઉપરવાળાને, કુદરતને … શા માટે મારી સાથે આ પક્ષપાત અને ત્યારથી જ આ અણગમતી દીકરીના સંઘર્ષની શરૂઆત થઈ ગઈ…
(આ વાત એક સ્ત્રીનું આત્મચરિત્ર છે વેદના તેના જીવનની વેદના છે, વાચકો સમક્ષ એપિસોડ વાઈઝ રજૂ કરવાનમાં આવશે. આ પાત્રના જીવનને સમાજ સમક્ષ લાવવા માટે તે વ્યક્તિ ની પરવાનગી મળી ચૂકી છે, તો દર અઠવાડીયે અચૂક વાંચતા રહો)
વધુ આવતા સપ્તાહે, વાંચતા રહો માનસીની વેદના, મેરા ગુજરાત