28 C
Ahmedabad
Monday, May 6, 2024

મોડાસા : સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ટેબ્લેટ ન મળતા કલેકટરને આવેદન,1 હજાર ફોર્મ ભર્યાં છતાં બે વર્ષથી વંચિત


ગુજરાત સરકારે ૨૦૧૭માં જાહેર કરેલી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની ટેબ્લેટ વિતરણ યોજના અંતર્ગત ડિગ્રી-ડિપ્લોમાથી માંડી વિવિધ કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવામા આવે છે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયુ હતુ અને પ્રથમ તબક્કામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવાયા હતા પરંતુ જાન્યુઆરી બાદ બાકીના ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી ત્યારે મોડાસા શહેરની સાયન્સ કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ થવા છતાં ટેબ્લેટ ન મળતા જીલ્લા અધિક્ષક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

મોડાસા કોલેજમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓએ જિલ્લા અધિક કલેક્ટરને સરકારની યોજના મુજબ કોલેજ ના પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર’ ટેબ્લેટ ન મળતા આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકારની વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલ ટેબ્લેટની યોજના અંતર્ગત વર્ષ 2020માં પ્રથમ વર્ષ ના કોલેજના વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર’ ટેબ્લેટ’ માટે રૂ. 1000 જમા કરાવ્યાને અઢી વર્ષ જેટલો સમય વીતવા છતા વિદ્યાર્થીઓ ને ‘ટેબ્લેટ’ મળ્યા નથી તો વિદ્યાર્થીઓને સત્વરે ટેબલેટ મળે તેવી માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

2 COMMENTS

    • we are on social media platforms like, share and follow
      Twitter – MeraGujarat2022
      FB Mera Gujarat
      Instagram – MeraGujarat 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!