29 C
Ahmedabad
Friday, December 9, 2022
spot_img

અરવલ્લી : GKTS અને BKTSનું શસ્ત્રપૂજન સંગ શક્તિ પ્રદર્શન ભિલોડામાં GKTSની શૌર્ય રેલી યોજાઈ


વિધાનસભાની ચૂંટણીના ડાકલાં વાગી રહ્યા છે સામાજીક સંગઠનો પણ રાજકીય પ્રભાવ પાડવા માટે મહાસંમેલન અને રેલી યોજી સંગઠીત હોવાના દ્રશ્યો ઉભા કરી રહ્યા છે દશેરા પર્વમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જીલ્લામાં શસ્ત્રપૂજનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો જોડાયા હતા ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લીએ ભીલોડામાં શૌર્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું

Advertisement

Advertisement

અસત્ય પર સત્યની જીત, અધર્મ પર ધર્મની જીતના પર્વ દશેરાની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે.ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકા દ્વારા આયોજીત મહા શસ્ત્ર પૂજન અને શૌર્ય રેલી યોજી હતી જેમાં સંજયસિંહ ઠાકોર,પ્રમુખ અરવલ્લી જીલ્લા,મગનજી ઠાકોર પ્રમુખ,ભિલોડા તાલુકા,પ્રકાશજીબાપુ ઠાકોર શિક્ષણ મંત્રી અરવલ્લી જીલ્લા સહિત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદાર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા માલપુર તાલુકાના પટેલિયાના મુવાડા ગામમાં શસ્ત્રપૂજન યોજાયું હતું જેમાં અરવલ્લી જીલ્લાના ક્ષત્રિયસમાજના પ્રતિષ્ઠિત આગેવાનો,સરપંચો તેમજ ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ પવિત્ર પર્વના સાક્ષી બન્યા હતા. આજના આ પવિત્ર પર્વમાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેશસિંહ ઠાકોર, ચંદ્રપાલસિંહ ખાંટ, બળવંતસિંહ પરમાર(માજી સૈનિક ), કિશનસિંહ ચૌહાણ,મનોજસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ પરમાર , રાહુલસિંહ ઠાકોર, ધનસુરા તાલુકાની સમગ્ર ટીમ, બાયડ આંબલીયારા ની સમગ્ર ટીમ, હિંમતસિંહ ખાંટ,મહેશસિંહ ડામોર, જગદીશસિંહ પાંડોર, સંજય સિંહ સખવણીયા, માલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન કાળુસિંહ વજેસિંહ પરમાર, પુજારા ની મુવાડી ના સામાજીક આગેવાન ડાયાજી પુજારા તેમજ અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
626SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!