38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અધધ.. અડધો કરોડ ગયા… અરવલ્લીના માલપુરમાં તબિબની પત્નિના ખાતામાંથી પૈસા ઉપડી ગયા,...

અધધ.. અડધો કરોડ ગયા… અરવલ્લીના માલપુરમાં તબિબની પત્નિના ખાતામાંથી પૈસા ઉપડી ગયા, નવી મૉડસ ઑપરેન્ડી!

0
2657

અરવલ્લીમાં ઇંટરનેટ બેકીંગ ફ્રોડ ની ચોંકાવનારી ઘટના બનતા ચકચાર મચી છે. માલપુર ના તબીબ મહેશકુમાર ચંદુલાલ શાહ ના પત્ની વર્ષાબેન ના ખાતામાં થી રૂ. .૫૩,૭૩,૦૦૦ ઉપડી જતા દંપતીના પગ નીચે થી જમીન સરકી ગઇ છે. સાયબર ગઠીયાની મોડસ ઓપરેન્ડી, બેંકમાં ખાતા ધરવાતા તમામ ખાતા ધારકો માટે આંખ ઉઘાડનારી ઘટના છે. તો જાણો કેવી રીતે ગઠીયા એ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો

અરવલ્લી જિલ્લાના માલપુર માં તબીબ તરીકે સેવા આપતા મહેશકુમાર ચંદુલાલ શાહ એ મકાન વેચતા વેચાણ રાખનારે એચ.ડી.એફ.સી વડોદરાની કારેલીબાગમાં શાખામાં વેચાણ પેટેનો ચેક રૂ .૩૪,૪૭,૫૦૦ / -તબીબ ના પત્ની વર્ષાબેન ના ખાતામાં જમા કરાવ્યો હતો. આ માહિતી ગઠીયાએ મેળવી વર્ષાબેન નંર બી.એસ.એન.એલ.નું સીમકાડૅ બંધ કરાવી દીધું અને ત્યારબદ મોડાસાથી અન – અધિકૃત દસ્તાવેજ રજુ કરી નવુ સીમ કઢાવ્યું હતું . ત્યારબાદ યેનકેન પ્રકારે નવા ડુપ્લીકેટ સીમકાર્ડ થી બારોબાર ઇન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેના ઓટીપી મેળવી લઇ તેના આધારે એક પછી એક પછી એક નવ ટ્રાન્જેકશન કરી મોડાસા તેમજ અમદાવાદ ની શાખામાં જમા રૂ. .૫૩,૭૩,૦૦૦ ઉપાડી લીધા હતા . આ અંગે ની જાણ તબીબ મહેશભાઇ ને ત્યારે થઇ જ્યારે તેઓ એ LIC નું પ્રિમિયમ ભરવા માટે HDFC બેંક , નવરંગપુરા અમદાવાદના ખાતામાં તપાસ કરી. તેમના ખાતામાં રૂ .૩૪,૭૩,૦૦૦ / ના બદલે રૂ .૯,૭૦,૦૦૦ / – જણાતા તેઓ ચોંકી ઉઠયા હતા .
પોલીસ ફરીયાદ માં જણાવ્યા મુજબ મોડાસા સ્થિત એચ.ડી.એફ.સી ખાતામાં ત્રણ ટ્રાંજેક્શન કરી રૂ..૧૯ લાખ અને અમદાવાદ સ્થિત એચ.ડી.એફ.સી ખાતમાં થી ૬ ટ્રાંજેક્શન કરી રૂ.૩૪ લાખ ,૭૩ હજાર સેરવી લીધા હતા .
સમગ્ર ઘટનામાં બેંક ના કર્મચારીઓની સંડોવણી ની ગંધ આવી રહી છે કેમકે કોઇ પણ ખાતાની ખાનગી માહિતી કોઇ અને ત્યારબાદ ખાતા ધારક પાસે કયુ સીમ કાર્ડ છે તે ત્રાહીત વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે. આ રીતે કોઇ પણ ખાતા ધારક જે ઇન્ટ રનેટ બેંકીગ કરતો હોય તેના માટે લાલબત્તિ સમાન છે ત્યારે દરેક સાવધ રહેવાની જરૂર છે. માલપુર પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!