32 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી જિલ્લા પંચાયતમાં નિયમો નેવે મુકતા અધિકારીઓ, રાત્રે 8.30 વાગ્યા સુધી એવી તે કેવી મીટિંગ?


આઉટ સોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓનું હંમેશા શોષણ થતું હોય છે ત્યારે સરકારી અધિકારીઓ જ નિયમોનું સરેએમ ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે. સામાન્ય રીતે આઉટ સોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ જે-તે કંપની કરતી હોય છે, પણ અરવલ્લી જિલ્લામાં કંપની નહીં પણ અધિકારીઓ જ નિયમોને નેવે મુકીને આઉટ સોર્સિંગ કર્માચારીઓને કામનું ભારણ આપી રહ્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર ને સરકારનો મોટો અવોર્ડ લેઇ લેવાનો હોય તેમ આઉટ સોર્સિંગના કર્મચારીઓને રાત્રે 8.30 કલાક સુધી મીટિંગ માં બેસાડી રાખતા  રોષ જોવા મળ્યો. વહેલી સવારથી જ કર્મચારીઓને 9 વાગ્યાના બોલાવી દેવાયા હતા અને રાત્રે 8.30 કલાક સુધી બેસાડી રાખ્યા હતા અને આ જગ્યાએ જો કોઇ સરકારી કર્મચારીને બેસવાનું કહ્યું હોત તો ! કોઇ જ ન બેસત. આ તો આઉટ સોર્સિંગ કર્મચારીઓ હતા એટલે મજબૂરીના માર્યા બેસી રહ્યા હતા અને અધિકારીનું ભાષણ સાંભળતા રહ્યા. એટલું જ નહીં સવારના આવેલા કર્મચારીઓને જમવાનો પણ ભાવ પૂછવામાં ન આવ્યો હોવાનું બહાર નિકળેલા કર્મચારીઓ રોષ ઠાલવી જણાવ્યું હતું.

Advertisement

જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી મહિલા કર્મચારીઓને રાત્રે 8.30 કલાકે છોડાતા કેવી રીતે જાય તે પણ સવાલ ઉભો થયો હતો. અધિકારીઓ તો સરકારી ગાડીમાં જતા રહે પણ અંતરિયાળ વિસ્તારમાંથી આવતી મહિલાઓ કેવી રીતે જાય તે વિચાર્યા વિના અધિકારીને કંઇ ખ્યાલ ન આવ્યો કે શું ?

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ ન્યુટ્રિશનની એક બેઠક આઈ.સી.ડી.એસ.વિભાગમાં પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક યોવામાં આવી હતી, જેમાં તમામ આઉટ સોર્સિંગ કર્મચારીઓને સવારથી બોલાવી દીધા હતા અને રાત્રાના 8.30 કલાક સુધી આ બેઠક યોજી હતી. સામાન્ય રીતે ખાનગી કંપની અથવા તો અન્ય એકમ હોય તો મહિલા કર્મચારીને રાત્રે એકલા ઘરે ન મોકલી શકાય, પણ અહીં તો અધિકારી હતા એટલે તેઓ કહે તેમ જ થાય, સારૂ છે હજુ રાજાશાહી નથી, નહીંતર તો આ સાહેબ કોઇને ઘરે જ ન જવા દે, તેવી પણ મનમાં વાતો થતી સાંભળવા મળી હતી.

Advertisement

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!